Friday, 6 March 2015

માં નાં દિલ થી મોટું દુનિયા માં બીજું કશુજ નથી

એક ૧૬ વર્ષ ના છોકરાએ મમ્મી ને પૂછ્યું મમ્મી તમે મારા ૧૮ માં જન્મદિવસ ઉપર મને શું આપશો? મમ્મી એ કહ્યું, અરે બેટા હજુ એની તો બહુ વાર છે. છોકરો ૧૭ વર્ષ નો થયો અને એક દિવસે બીમાર પડ્યો. એની મમ્મી એને હોસ્પિટલ લઇ ગઈ. ડોકટરે કહ્યું, "તમારા બાળક નું હૃદય ખુબ નબળું છે. એના હૃદય માં છેદ છે." સ્ટ્રેચર ઉપર સુતેલા છોકરાએ મમ્મી ને પૂછ્યું, "મમ્મી શું ડોકટરે એમ કહ્યું કે હું મરવાનો છું?" એની મમ્મી એને જોઈ ને રોવા લાગી.. ખેર, પોતાના 18 માં જન્મ દિવસે છોકરો રીકવર થઇ ને ઘેર પાછો આવ્યો. પોતાના રૂમ માં જઇ ને જોયું તો એક પત્ર એના બેડ ઉપર પડ્યો હતો, જે એની મમ્મી મૂકીને ગઈ હતી... પત્ર માં લખ્યું હતું. દીકરા, જો તું આ પત્ર વાંચતો હશે તો એનો મતલબ બધું સારું થઇ ગયું છે. અને તું સાજો થઇ ગયો હશે... તને યાદ છે તે મને એક દિવસ પૂછેલું કે હું તને તારા 18 માં જન્મદિવસ ઉપર શું આપીશ? દીકરા હું તને મારું હૃદય આપું છું... એની સંભાળ રાખજે અને હેપ્પી બર્થડે બેટા... એક માં એટલા માટે મરી કે એના દીકરાને તંદુરસ્ત હૃદય આપી શકે... માં નાં દિલ થી મોટું દુનિયા માં બીજું કશુજ નથી... (નંદાણી વિજય)

0 comments:

Post a Comment