પુરુષો પસંદગીની બાબતમાં નાના બાળકો જેવા હોય છે. નાના બાળકને તમે એક ખોબામા રંગીન ચોકલેટ્સ ધરીને કહો, કે તારે આમાંથી એક લઈ લેવાની છે, તો બાળક પહેલા તો ખોબાની સામે તાકી રહેશે. પછી એમાંથી એક ચોકલેટ પસંદ કરશે. અને પછી, ‘ના ના આ નહી, પેલી.’ એમ એક મૂકીને બીજી લેશે, બીજી મૂકીને ત્રીજી લેશે, છેવટે તમે જ્યારે એની સામેથી ખોબો ખસેડી લેવાની ધમકી આપશો, ત્યારે જ એ ચોકલેટની ફાઇનલ પસંદગી કરશે. પરંતુ બાળકો અને પુરુષોની બાબતમા તફાવત હોય તો માત્ર એટલો જ કે બાળક એકવાર ફાઇનલ પસંદગી કર્યા પછી ક્યારેય એના વિશે અફસોસ નથી કરતું, જ્યારે પુરુષો??? તમને દ્રસ્ટાંત આપીને સમજાવું. નવા પરણેલા અમિતને એનો ફ્રેન્ડ સમીર મળવા આવે છે, અને બન્ને વચ્ચે આ પ્રમાણે સંવાદ થાય છે. -હાય, અમિત. કોંગ્રેચ્યુલેસન્સ! -થેન્ક્યુ, સમીર. -તો અમિતભાઇ, તમે પરણ્યા ખરાં. -હા યાર. પરણ્યા વગર કંઇ છુટકો હતો? -કેમ એમ કહે છે, અમિત? કે દા’ડાનો પૈણું પૈણું તો કરતો હતો. -તારી વાત તો સાચી છે, યાર. પણ આ જરા ઉતાવળ થઈ ગઇ. -ઉતાવળ થઈ ગઈ? એય અમિતીયા, સાચું કહેજે, નિતાભાભી તને નથી ગમતાં? -ના ના, એવું નથી. નિતા આમ સારી છે, પણ... -પણ પણ કર્યા વગર ભસી મર ને. -નિતા આમ સારી છે, પણ એની આંખો અલકા જેવી નથી. અલકાની આંખો? અહાહાહા! -તો પછી તું એ અલકાને કેમ ના પરણ્યો? -અલકાની આંખો સરસ. પણ એના વાળ વૈભવી જેવા નહી. વૈભવીના વાળ? લાંબા, કાળા, સુંવાળા... -તો પછી તારે એ વૈભવીને પરણવું હતું ને? -યાર, વૈભવીના વાળ સારા. પણ એના હોઠ હેતલ જેવા નહીને? હેતલના હોઠ તો જાણે ગુલાબની પાંદડી. -તો પછી એ ગુલાબ જોડે પરણતાં તને શું કાંટા વાગતા હતા? -તુ સમજતો નથી, યાર. હેતલ બ્યૂટિફૂલ ખરી. પણ એની હાઇટ? પાંચ જ ફૂટ. -આઇ થીંક, તુ સાડાપાંચ ફૂટ વાળી માનસી સાથે પણ ફરતો હતો ને? એને કેમ ના પરણ્યો? -મારે તો એને જ પરણવું હતું. પણ... -પણ??? -પણ એને તો કોક છ ફૂટ વાળો જોઇતો હતો. -અચ્છા! તો ભાઇ સાહેબ ત્યાં રીજેક્ટ થયા, ખરું ને? -હા યાર. આજકાલની છોકરીઓ! પસંદ નાપસંદ ના નખરાં કરતી થઇ ગઈ છે. -એવું નથી, અમિત. -એવું જ છે, સમીર. -અચ્છા! જો એવું જ હોત તો નિતાભાભી તને પરણત ખરાં? -એટલે સમીરીયા, તું કહેવા શું માંગે છે? હું નિતાને લાયક નથી એમ? -હું એવું કહેવા નથી માંગતો, અમિત. પણ નિતાભાભીએ પણ જો તારી જેમ જ...અમિતાભ જેવી હાઇટ, આમિરખાન જેવી આંખો, ગોવિંદા જેવી અદા કે, જેકી જેવી પર્સનાલિટિનો આગ્રહ રાખ્યો હોત તો તને પરણત ખરાં? -તારી વાત તો સાચી છે, યાર. પણ... -પણ? હજી ય પણ??? -યાર, તેં પેલા પ્રેમલની વાઇફને જોઇ? વોટ અ પર્ફેક્ટ લેડી! આમ અમિતને પ્રેમલની વાઇફ પરફેક્ટ લાગે, પ્રેમલને અજયની વાઇફ આલાગ્રાંડ લાગે, અજયને બિમલની વાઇફ બ્યૂટિફૂલ લાગે, તો બિમલને સુનિલની વાઇફ સ્માર્ટ લાગે. આમ ચક્કર ચાલ્યા જ કરે. પુરુષોને તમે પસંદગીની પચ્ચીસ તક પણ આપોને તો પણ છવ્વીસમી સુંદરીને જોઇને એ બોલી પડશે, ‘અહાહા!આ મને પહેલા કેમ નહોતી દેખાઇ
Thursday, 5 March 2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment