Friday, 6 March 2015

ઘર ગથ્થુ ઉપચારઃ કફ

માટે
* કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.
* રાત્રે સુતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દુધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.
* અર્ધા તોલા જેટાલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.
* દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ધુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળૉ થઈને બહાર નીકળૅ છે અને ફેફસા સાફ બને છે.
* દોઢથી બે તોલા આદુના રસમાં મધ મેળાવી પીવાથીકફ મટે છે.
* તુલસીનો રસ ૩ ગ્રામ,આદુનો રસ ૩ ગ્રામ અને ૧ચમચી મધ લેવાથી કફ મટે છે.
* એલચી,સિંધવ, ધી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે.
* આદુનો રસ,લીબુંનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલા લેવાથીકફ,શ્વાસ અને ઉધરસ મટે છે.
* દુધમાં હળદર,મિઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે.

0 comments:

Post a Comment