Monday, 20 April 2015

Current Affairs 61 સામાન્ય જ્ઞાન તા. 21/4/15
1) આગામી 3 જી મેં થી દેશભરમા મોબાઇલ પોર્ટિબિલિટી શરૂ કરવામાં આવશે.

2) ટ્રેનમા પ્રવાસીઓને  અપાશે બેગેજ ઇન્સ્યોરન્સ ઇન્ડિયન રેલ્વે કેટરીંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇ.આર.ટી.સી.) આપશે સવલત.

3) હાલ દેશમાં કેળાનું ઉત્પાદન કરવામાં પ્રથમ નંબરનું રાજ્ય મધ્યપ્રદેશ અને બીજા નંબરે ગુજરાત.

4) ભારતમાં જમીન સંપાદનનો સૌપ્રથમ કાયદો અંગ્રેજ શાસન દરમિયાન 1894 માં બન્યો હતો.

5) સુપ્રિમ કોર્ટે આઇ.પી.એલ.ની તપાસ માટે વિવેક પ્રિયદર્શીની નિયુક્તિ કરી છે.

6) માર્કસવાદી કોમ્યુનિષ્ટ પાર્ટી નાં મહાસચિવ તરીકે સીતારામ યેચુરીની પસંદગી કરવામાં આવી છે.

7) ભારતનાં હાલનાં કેન્દ્રિય ગૃહ સચિવ એલ.સી. ગોયલ છે.

8) ભારતનાં પ્રવાસન મંત્રાલય દ્વારા ઇ-ટૂરિસ્ટ વીઝા પાંચ દેશોને આપવાનું વિચારાઇ રહ્યુ છે,  બ્રિટન, ફ્રાન્સ,  ઇટાલી, સ્પેન અને ચીનનો સમાવેશ થાય છે

9) ગત વર્ષે ભારતે - અમેરિકા સહિત ચાલીસથી વધારે દેશો માટે ઇ-ટૂરિઝમ વિઝા ની સુવિધાની શરૂઆત કરી હતી. પરંતુ તેમા ચીન સામેલ ન હતું.

10) ચીનમાં ભારતનાં રાજદુત તરીકે હાલ અશોક કે કંઠે છે.

11) જુની પરંપરા પ્રમાણે કોઇપણ નૌસેનાનું યુધ્ધ જહાજ પ્રથમવાર જલાવરણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે.

12) આઇ.એન.એસ. વિશાખાપટ્ટનમ નૌસેનાનાં પ્રમુખ એડમિરલ આર.કે ધવનનાં પત્નિ મિનુ ધવનનાં હાથે ખૂલ્લુ મુકાશે.

13) આગામી 2018 સુધીમાં અન્ય ચાર યુધ્ધ જહાજો બનાવી તેને સૈન્યમાં સામેલ કરાશે.

14) છેલ્લા નવ વર્ષમાં પહેલા ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ આજ તા.20/4/15 ના રોજ પાકિસ્તાનની મૂલાકાત લેશે.

15) ચીનનાં રાષ્ટ્રપતિ જિનપીંગને પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન "નિશાન એ પાકિસ્તાન" થી નવાજવામાં આવશે.
- પરેશ ચાવડા.


edusafar

0 comments:

Post a Comment