૧) ૨ ઓકટોબર ૨૦૧૨ માં અમદાવાદમાં યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત ૮૯૧ લોકો ગાંધી પ્રતિમા બન્યા હતા. તેમાં વિશેષ કાર્ય બદલ પોરબંદરના જયેશ હિંગળાજીયાને વધુ એક ગીનીસ એવોર્ડ એનાયત.
૨) ટેનિસના નંબર વન ખેલાડી અમેરિકાના સરેના વિલિયમ્સે મિયામીમાં રમાઈ રહેલ ઓપન ટેનીસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની ફાઈનલમાં સતત ત્રણ વાર જીત્યા.
૩) સરેના વિલિયમ્સે ત્રીજીવાર જીત મેળવીને પોતાના જીવનમાં આઠમી વાર આ ટાઇટલ જીત્યું છે.
૪) રાજકોટના વિકલાંગ છતાં દ્રઢ મનોબળ વાળા ગીરીશ શર્માએ ૨૦૦૭ થી ૨૦૧૧ સુધી સતત બેડમિન્ટનમાં રાષ્ટ્રીય કક્ષાએ ચેમ્પિયન બનેલ છે.
૫) ગીરીશ શર્મા આગામી સપ્ટેમ્બરમાં લંડન ખાતે પેરા બેડમિન્ટન ચેમ્પીયનશીપમાં ભાગ લેવા જશે.
૬) બીગ બાસ્કેટ નામની કંપની ઘેર બેઠા કિરાણાની વસ્તુઓ ઓર્ડર પર પોહોંચાડી જાય છે.
૭) હાલમાં ડી.આર.ડી.ઓ. દ્વારા એક મિસાઈલ તૈયાર કરવામાં આવી તે લશ્કરી વિમાનોને તોડવા માટે હવાઈ થી હવાઈ હુમલો કરી શકે તેવી બી.વી.આર. મિસાઈલ છે.
૮) મલેશિયા ઓપન બેડમિન્ટન રમતમાં પુરષોની સ્પર્ધામાં ચેલ લાંગે, લીન ડૈનને ફાઈનલમાં હરાવ્યો બંને ખેલાડી ચીનના છે.
૯) આજે તા. ૭/૪/૧૫ ના રોજ આર.બી.આઈ.ના ગર્વનર રઘુરામ રાજન તેઓની નવી નાણાકીય નીતિ પ્રસિધ્ધ કરશે.
૧૦) અર્થાશાત્રીઓનું માનવું છે કે આર.બી.આઈ. C.R.R. માં ઘટાડો કરે તેવી સંભાવનાઓ છે.
૧૧) C.R.R. નું પૂરું નામ કેશ રીઝર્વ રેશિયો એવું થાય છે.
૧૨) ઇંગ્લેન્ડના ક્રિકેટર બર્ની ગીબ્સે ૧૯ વર્ષની વયે ક્રિકેટ રમત માંથી નિવૃત્તિ જાહેર કરી, તેણે પ્રથમ મેચ ૧૫ વર્ષ ૨૭ દિવસની ઉમરે રમેલી.
૧૩) હાલની સરકારની જન ધન યોજના ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ થી શરુ કરવામાં આવી છે.
-ચાવડા પરેશ
0 comments:
Post a Comment