1) આગામી 7 મી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવશે. ગુજરાત સરકાર મિશન "ઇન્દ્ર ધનુષ્ય" અંતર્ગત મોઢાનાં કેન્સર માટે ફ્રી સ્ક્રિનિંગ કરશે.
2) ભારતમાં સાયબર સુરક્ષા સેલનાં પ્રથમ પ્રમુખ ગુલશન રાયને નિયુક્ત કરવામાં આવ્યા છે.
3) આંધ્રપ્રદેશ રાજ્યની નવી રાજધાની તરીકે અમરાવતીનું નામાંકરણ કરવામાં આવ્યું છે.
4) હાલમાં રમાઇ રહેલ મલેશિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ માંથી સાયના નહેવાલ બહાર થઇ ચુકયા છે.
5) સોમાલિયા દેશમાં અલ-શબાબ નામનું સંગઠન સક્રિય છે.
6) રાજસ્થાન રોયલ્સ પોતાની ચાર મેચ અમદાવાદમાં રમશે.
7) બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ નજમૂલ હસન છે.
8) દિગ્ગજ બોક્સર ફલોયર્ડ મેયદર આગામી 2 મેં ના રોજ મેનીન પેકયાઓ સામે વેલાગામાં યોજાનારા મુકાબલામાં, ખેલાડીઓની વાર્ષિક આવકનાં તમામ રેકોર્ડ તોડશે, અનુમાને તેને 9.31 અબજ ડોલર રૂ. મળશે.
9) આઇ.પી.એલ. 8 માં દિલ્હી ડેરડેવિલ્સ ટીમ આગામી 9 મી એપ્રિલે ચેન્નાઈ સામેનો પોતાનો પ્રથમ મુકાબલો રમશે.
10) તા. 3/4/15 નાં શુક્રવાર ગુડફ્રાઇડેનાં રોજ ડિટેકટિવ વ્યોમકેશ બક્ષી અને ફ્યુરિયસ -7 રિલીઝ થઇ.
11) 29 મી જાન્યુઆરીએ યુ.એસ.નાં 37 વર્ષિય લુઇસ જોર્ડન દરિયામાં ગુમ થયેલા તેની બે મહિના બાદ ભાળ મળી.
12) એર ઇન્ડિયાએ રાષ્ટ્રભાષાને માન આપવા માટે કરી જાહેરાત, જે પાઇલટ સારૂ એનાઉન્સમેન્ટ હિન્દીમાં કરશે તેને ગીફટ અપાશે.
13) હવે ચીનના બીજીંગ અને અમેરિકાનાં વોશિંગ્ટનને જેમ મિસાઇલ સુરક્ષા અપાઇ છે, તેમ દિલ્હીને પણ મિસાઇલ સુરક્ષા અપાશે.
14) દિલ્હી માટે મિસાઇલ સુરક્ષા કાર્યક્રમ 2006 માં શરૂ થયો હતો. એપ્રિલ 2014 માં એક પ્રયોગ નિષ્ફળ ગયો હતો.
15) ભારતે ઇઝરાઇલની મદદથી વિકસીત કરેલા લાંબા અંતરની સ્વોર્ડફિશ રડાર 800 કિલોમીટરનાં અંતરથી આવી રહેલ મિસાઇલ શોધી શકશે. તે સુરક્ષા માટે સારી કામગીરી કરશે.
- પરેશ ચાવડા.
0 comments:
Post a Comment