Current Affairs 40 સામાન્ય જ્ઞાન તા. 1/4/15 ૧ ) વિશ્વકપમાં સારા પ્રદર્શનના આધારે આઈ.સી.સી. દ્વ્રારા વર્લ્ડ ઈલેવન ટીમ જાહેર કરાઈ છે, જેમાં ટીમના કેપ્ટન તરીકે ન્યુંઝેલેન્ડના બ્રેન્ડેન મેક્કુલુંમને લેવાયા છે. આ ટીમમાં ભારતીય ટીમના એક પણ ખેલાડીનો સમાવેશ કરાયો નથી. ૨ ) ભારતના બેડમિન્ટન સ્ટાર પી.વી. સિધુને તા. ૩૦/૩/૧૫ ના રોજ પદ્મશ્રી એવોર્ડથી રાષ્ટ્રપતિએ સન્માનિત કર્યાં છે. ૩ ) ગોંડલના રાજવી ભગવતસિંહની ૧૭ મી પેઢી પુરાણા ડ્રોઈંગ રૂમને મ્યુઝિયમમાં તબદીલ કરી ૧ એપ્રિલ થી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે. ૪ ) રાજસ્થાન રાજ્યનો સ્થાપના દિન ૩૦ માર્ચના રોજ ઉજવવામાં આવે છે. ૫ ) વર્ષ ૨૦૧૫ માં ભારત સરકારે પદ્મ વિભૂષણનું માન 9 વ્યક્તિને, પદ્મભૂષણ માટે 20 વ્યક્તિ અને પદ્મશ્રી એવોર્ડ માટે 75 વ્યક્તિઓની પસંદગી કરી હતી. ૬ ) ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને સ્પીનર એવા ડેનિયલ વિટોરીએ વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, તેમણે વન-ડે ક્રિકેટમાં ૧૮ વર્ષ ગાળેલ. ૭ ) જવાહરલાલ નહેરુ, ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધી, મોરારજી દેસાઈ, લાલબહાદુર શાસ્ત્રી , ગુલઝારીલાલ નંદા, અને સાતમાં વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી, કે જેણે ભારતરત્ન સન્માન મેળવ્યું છે, આ તમામ નેતાઓ વડાપ્રધાન પદ ભોગવી શક્યા છે. ૮) તા. ૩૧/૩/૧૫ ના રોજ ગુજરાત વિધાનસભાએ ફરી વાર ‘’ગુજકોક’’ ખરડો પસાર કર્યો. ૯) GUJCOC નું પૂરું નામ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈંમ છે, તેને ગુજકોક તરીકે ઓળખવામાં આવે છે. ૧૦) આ ગુજકોક બિલ ૨૦૦૩ થી ગુંચવાયું હતું, હવે કેન્દ્ર અને રાજ્યમાં એક પક્ષની સરકાર આવતા ૧૨ વર્ષે વિધાનસભામાં નવા સુધારાઓ સાથે આ બિલ પસાર કરાયું, હવે તેણે ‘’ગુજ સી ટોક’’ નામે ઓળખાશે. ૧૧ ) ‘’ગુજ સી ટોક’’ને ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બિલ ૨૦૧૫ ના નામે ઓળખાશે. -ચાવડા પરેશ 02:56:00 Yo General Knowledge No comments Email ThisBlogThis!Share to XShare to Facebook Share This: Facebook Twitter Google+ Stumble Digg
0 comments:
Post a Comment