Saturday, 11 April 2015

Current Affairs 51 સામાન્ય જ્ઞાન તા.11/4/15


1) બ્રિક્સ બેન્ક દક્ષિણ એશિયાનાં ચીનમાં સ્થાપવામાં આવનાર છે.

2) ભારતનાં વડાપ્રધાન અને જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ હેનોવર ફેરમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ધાટન કરશે.

3) જર્મનીનાં હેનોવેર ફેરમાં ભારતની 400 કંપની ભાગ લેશે. અને હેનોવરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ થશે.

4) ભારત તરફથી 42 વર્ષમાં હાલનાં વડાપ્રધાન કેનેડાની મુલાકાત લેનાર પ્રથમ વડાપ્રધાન બનશે.

5) કેનેડાનાં હાલનાં વડાપ્રધાન સ્ટીફન હાર્પર છે.

6) ગ્રીનપીસ ઇન્ડિયા નામની સ્વૈચ્છીક સંસ્થાનું રજીસ્ટેશન સસ્પેન્ડ કરાયું, તે હાલ વિદેશી ફંડ નહી મેળવી શકે.

7) ગાંધીનગર પાસે તૈયાર થઇ રહેલ GIFT સિટીનું પુરૂનામ "ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક- સિટી" થાય છે.

8) ભારતે અગાઉ પરિક્ષણ કરેલ "ધનુષ" મિસાઇલનું ફરી સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ.

9) આ પહેલા 14 નવેમ્બર 2014 ના રોજ પરિક્ષણ થયેલ."ધનુષ" મિસાઇલ 500 કિલો પરમાણુ પે લોડ લઇ જવાની ક્ષમતા ધરાવે છે.

10) યમનમાંથી આજ સુધીમાં 5500 ભારતીયો અને 1000 વિદેશીઓને બચાવી, "ઓપરેશન રાહતને"  સફળતા પૂર્વક પૂર્ણ કર્યું.

11) એશિયાનાં સાત દેશોમાં 12 કલાકમાં શાઓમીએ mi- ફેન ફેસ્ટિવલ 2015 ની શરૂઆત કરી આ ફેસ્ટિવલમાં 21 લાખ 20 હજાર સ્માર્ટ ફોન વેંચીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો.

12) ચીન: તિબેટ અને નેપાળની સરહદે માઉન્ટ એવરેસ્ટની અંદર ટનલ કરી તિબેટ, નેપાળને જોડતી રેલ્વે લાઇન નાંખવાનું વિચારી રહ્યુ છે, જો આ પ્રોજેકટ અમલી બનશે તો ચીન 540 કિમી રેલ લાઇન નાખશે.

13) યુનેસ્કો સંસ્થાનું વડુ મથક ફ્રાન્સનાં પેરિસમાં આવેલ છે.

14) યુનેસ્કોનું પુરૂનામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે.

15) શાહરૂખ ખાનની આવી રહેલી આગામી ફિલ્મ "ફૈન" નું શુટીંગ લંડનમાં પણ થયેલ છે.
- પરેશ ચાવડા

Download this App
https://play.google.com/store/apps/details?id=com.edusafar

0 comments:

Post a Comment