Tuesday, 7 April 2015

Current Affairs 46 સામાન્ય જ્ઞાન તા.6/4/15


1) ભારતની લુકઅપ કંપની દ્વારા આગામી સમયમાં વાઇ-ફાઈ સુવિધા ધરાવતા સેટઅપ બોકસ માર્કેટમાં મુંકવામાં આવશે. તેનાથી ટી.વી.અને ઇન્ટરનેટ બન્ને ઓપરેટ કરી શકાશે.

2) દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારનાં 50 દિવસ પૂર્ણ તા. 5/4/15 ના રોજ એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર 1031 કાર્યરત કરવામાં આવ્યો.

3) ભારતનાં તમામ રાજ્યો પૈકી સ્વચ્છ ભારત મિશનમાં સૌથી ઉપરનાં ક્રમે ગુજરાત રાજ્ય આવે છે.

4) પંજાબ રાજ્યનાં ઘુમ્મનમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન આયોજીત થયું છે.

5) ભારતીય રમતવીર વિશ્વનાથ આનંદનાં નામ પરથી એક ગ્રહને નામ આપવામાં આવેલ છે.

6) વર્ષ 2015 માં 15 જાન્યુઆરીએ 67 મો સેના દિવસ મનાવવામાં આવ્યો હતો.

7) રાષ્ટ્રીય ગુડ ગવર્નન્સ દિવસ 25 ડિસેમ્બરનાં રોજ મનાવવામાં આવે છે.

8) ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર સન 1963 માં જાહેર કરવામાં આવ્યુ હતું.

9) નોબેલ પુરસ્કાર જીતનાર કૈલાશ સત્યાર્થી "બચપન બચાવો આંદોલન" સંગઠનનાં અધ્યક્ષ છે.

10) તા. 4/5/15 નાં રોજ ગુજરાત રાજ્યનાં નાણામંત્રી સૌરબભાઈ પટેલે સુરતમાં ડાયમંડ ડિટેકશન અને રિસોર્સ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું.

11) મૃતદેહને સડતો અટકાવવા માટેની જે પ્રક્રિયા કરવામાં આવે છે તેને એમ્બાલમિંગ કહેવામાં આવે છે.

12) ભારતમાં સૌપ્રથમ આ એમ્બાલમિંગ સેવા સુરતમાં શરૂ કરવામાંઆવી છે.

13) સુરતમાં શરૂ થયેલ એમ્બાલમિંગ સેવા ત્યાંના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનાં એમ.ડી.વિનેશ શાહની ફોર્મ્યુલાની મદદથી શરૂ થયેલ છે.

14) ન્યુયોર્કનાં કિહી સોયમરે 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચાલવામાં મદદ કરે તેવા બુટની શોધ કરી.

15) કિહી સોયમરે આ ઝડપી બુટનું નામ બાયોનિક બુટ નામ રાખેલ છે.
- પરેશ ચાવડા


0 comments:

Post a Comment