Friday, 3 April 2015

Current affairs 41 સામાન્ય જ્ઞાન તા. ૨/૪/૧૫


૧) હાલ કેન્દ્ર સરકારે શરુ કરેલ નિર્ભયા નાણા ભંડોળ મહિલાઓની સુરક્ષા વધારવાના હેતુથી શરુ કરાયેલ છે.

૨) ધરતીના પેટાળમાં ભુપંકની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે ચુંબકીય વૈધશાળા પોર્ટ બ્લેયરમાં શરુ કરવામાં આવી છે.

૩) હિમાચલપ્રદેશની સરકાર દ્વારા ‘’ઈ-વિધાન’’ નામની મોબાઈલ એપ્સ શરુ કરવામાં આવેલી છે.

૪) હાલમાં સીનીયર બલવીર સિંહને  હોકી ઇન્ડિયા ૨૦૧૫ નો મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે.

૫) ઇન્ડિયા ઓપન સુપર સીરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટ પુરુષ વર્ગમાં શ્રી કીતામ્બી શ્રીકાંત દ્વ્રારા જીતવામાં આવેલી છે.

૬) અમેરિકાના જાણીતા મેગેઝીન ફોર્ચ્યુને વિશ્વના ૫૦ મહાન નેતાની યાદી તૈયાર કરી છે, તેમાં એપલના સી.ઈ.ઓ. કુક, ૧  સ્થાને છે, ભારતના વડાપ્રધાન ૫ સ્થાને છે, અને હમણા નોબેલ મેળવેલા સત્યાર્થી ૨૮ માં સ્થાને છે.

૭) કેન્દ્ર સરકારે આવતા પાંચ વર્ષ માટે નવી વિદેશ વ્યાપાર નીતિ શરુ કરી છે, વાણીજ્ય અને ઉદ્યોગમંત્રી નિર્મલા સીતારામન દ્વારા નવી નીતિની ઘોષણા કરવામાં આવી છે.

૮) ગઈકાલે દેશના વડાપ્રધાને ઓરિસ્સાના રૌઉરકેલામાં સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું, આ પ્લાન્ટમાં ૧૨૦૦૦ કરોડ રૂ, નું રોકાણ કરવામાં આવ્યું છે, તેનું ઉત્પાદ વધારીને ૪.૫ મિલિયન ટન કરવામાં આવ્યું છે.

૯) જુનાગઢ જીલ્લાના વડાલ ખાતે મધમાખી ઉછેરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રેશ્માબેન ઠુમ્મરને મધમાખીની ખેતી કરવા બદલ રાષ્ટ્રીય કક્ષાનો કૃષક સમ્રાટ એવોર્ડ યુવા વિભાગ દ્વ્રારા આપવામાં આવ્યો છે.

૧૦) ગુજરાતમાં નાગરિક સેવાના નામે આશરે ૭૨ જેટલા બોર્ડ નિગમો કાર્યરત છે.

૧૧) C.A.G. નું પૂરું નામ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ એવું થાય છે.

૧૨) C.A.G. સરકારી વહીવટ નાણાકીય હિસાબ, અને સરકારની કર્તવ્યબદ્ધતાનું ઓડીટ કરનારી બંધારણીય સંસ્થા છે.
-પરેશ ચાવડા

From Edusafar app
Thanks edusafar

0 comments:

Post a Comment