1) સાઉદી અરબ અને મિત્ર રાષ્ટ્રોએ સતત 6 દિવસથી પોતાના લશ્કરી વિમાનો દ્વારા યમનમાં હુમલાઓ શરુ કર્યા છે, તેથી યમનમાં 4000 જેટલા ભારતીય નાગરિકો ત્યાં ફસાયા છે. તેઓને પરત લાવવા હવાઇ તથા દરિયાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેને ઓપરેશન "રાહત" એવુ નામ અપાયું છે.
2) મિયામીમા રમાઈ રહેલી ટેનિસ ટૂર્નામેન્ટમાં અમેરિકાની વિલિયમ્સે 700 મી જીત હાંસલ કરેલ છે. તેઓ 700 મી જીત મેળવનરા વિશ્વનાં આઠમાં ખેલાડી બન્યા.
3 ) આગામી ઓલિમ્પિક ગેમ્સ 2016 ના વર્ષે બ્રાઝિલના રિયોમાં યોજાશે, અને 2020માં જાપાનનાં ટોકીયોમાં યોજાશે.
4 ) હાલનાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિનાં અધ્યક્ષ થોમસ બાક છે, અને ભારતનાં રમતમંત્રી સર્બાનંદ સોનોવાલ છે.
5 ) ધક-ધક ગર્લ માધુરી દિક્ષિત અને તેના પતિ શ્રી રામ નૈનન પાણીનાં શુધ્ધિકરણ માટેનાં સાધનોનું ઉત્પાદન કરતી કંપની સદભાવનાનાં એમ્બેસેડર તરીકે નિમાયા, ટૂંક સમયમાં તેની એડ્ ટી.વી.માં દેખાશે. બન્ને પ્રથમવાર એડ માં સાથે હશે.
6 ) સ્વિડનનાં પાટનગર સ્ટોકહોમ સિટીમાં કાર અને બાઇક ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ શહેરમાં વિઝન જીરો નામનો કન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો છે. વાતાવરણની શુધ્ધિ અને અકસ્માત ટળશે. લોકો ચાલશે તો સ્વાસ્થ્ય સુધરશે. આવી બાબતો ધ્યાને રખાઇ છે.
7 ) રેલ્વેતંત્ર હવે વચેટિયાઓને રોકવા એક જ ફોર્મમાં એક જ લોગઇનથી ટિકિટ બુક કરાવી શકાય તેવા સોફ્ટવેરની શરૂઆત કરી.
9 ) નાઇઝિરિયાનાં નવા રાષ્ટ્રપતિ તરીકે જનરલ મુહમ્મદ ભૂહરી ચૂંટાયા છે.
10 ) "એપલ" કંપનીનાં હાલનાં સી.ઈ.ઓ. ટિમ કુક છે.
11 ) કેન્યાની ગ્રાસિયા યુનિવર્સિટીમાં આતંકવાદી હુમલો 147 થી વધુનાં મોત.
12 ) બેડમિન્ટનમાં દુનિયામાં નંબર વન સ્થાન પ્રાપ્ત કરવા વાળા પહેલા ભારતીય પ્રકાશ પાદુકોણ છે.
- પરેશ ચાવડા
0 comments:
Post a Comment